Varsha Parekh
માનવી અને સંજોગોનો સંબંધ લવ-હેટનો કહી શકાય. સંજોગો અને મનુષ્ય વચ્ચે યુગો પુરાણો સંઘર્ષ રહયો છે. જયારે આપણે પરિસ્થિતિ અથવા વ્યકિત માટે ‘સોરી’ નો ભાવ અનુંભવીએ છીએ ત્યારે આપણે એની પરિસ્થિતિ પ્રભાવિત થઈ જઈ સત્ય જોઈ શકતા નથી. દા.ત. આપણે ભૂખ્યાને ખવડાવવા માંગીએ છીએ.... ખવડીવીએ છીએ.... કદાચ એ સાચું કામ ન પણ હોય કારણ કે શકય એ પણ છે કે આપણે એને ચેરિટિનો ગુલામ બનાવતાં હોઈએ.
કદાચ... મારા દિકરા સમકક્ષા વત્સલના જીવનમાં પણ ઈશ્વરે આવુંજ કંઈક વિચાર્યું હશે અને એનું ભલુ ઈચ્છતાં એ ઈશ્વરને વ્હાલો બની ગયો. એના સત્તકાર્યો ની લાંબી કતાર મારી નજર સમક્ષા ખડી થાય છે. એના બાળપણના કુમળા હસતા ચહેરાથી લઈ એની અંતિમયાત્રા સુધીની તમામ યાદો મારા માનસપટ પર ખડી થઈ જાય છે. એમ. બી. પટેલ, અંગ્રેજી માધ્યમ શાળામાં હું એની શિક્ષિાકા બની. શરૂ આતના દિવસોમાં જ એ મારી આંખમાં વસી ગયો એનો હસતો ચહેરો... એની આંખો અને એની વાતો આજ દિન સુધી મારા હ્રદયમાં સંતાડેલ છે, અને એ મારા મૃત્યુ સુધી રહેશે જ. શિક્ષાક - વિદ્યાર્થી ના સંબંધમાં એ મારો દિકરો બની ગયો. કારણ એ જ ....
- એનું હાસ્ય અને વાક્છટા
- એની કાર્યદક્ષાતા એન બુધ્ધિ
- બીજા વિદ્યાર્થીઓ અને શિક્ષાકો સાથેનો વ્યવહાર
- all rounder
- પરોપકારની ભાવના
- દરેક પ્રવૃત્તિમાં અગ્રેસર
- શાળા-શિક્ષાકો-મિત્રો પ્રત્યેની વફાદારી
- તેના થકી શાળાને મળેલ અનેક ઈનામ
આ જ ગુણોએ વત્સલ મારા દિલમાં વસ્યો. ઘેર આવે ત્યારે રસોડામાં પ્લેટફોર્મ પર બેસી એ વાતો કરે..... બેટા વત્સલ આજે પણ તારી એ અદા દિલમાં છ અને સદાય રહેશે. પરિવારમાંથી મળેલ સંસ્કારને કારણે તું નાની ઉમરમાં ઘણું બધું અમને શીખવી ગયો. એકે યાત્રીની જેમ અમારી સાથે રોકાઈ તારા જીવનની સુગંધ પ્રસરાવી. નચિંત થઈ અનંત યાત્રાએ ચાલ્યો ગયો.... બેટા આ દુ:ખ જીરવાય તેમ નથી.... શાળામાં આ જ સુધી તારા જેવો વિદ્યાર્થી જોવા જ મળ્યો નથી. બેટા, તું જયાં હોય ત્યાં તને ખૂબજ શાંતિ મળે. એવી ઈશ્વરને રોજ પ્રાર્થના કરું છું.
તારી વર્ષા મેડમ,
એમ. બી. પટેલ સ્કૂલ,
ગાંધીનગર