Hansa Upadhyay
વત્સલ મને અતિપ્રિય એવો મારો વ્હાલો વિદ્યાર્થી - મારો બાળક હતો
V - વિવેકી
A - આદર્શ બાળક
T - ટીચરો નો લાડકો
S - સરળ, સૂઝ
A - આજ્ઞાંકિત
L - લવિંગ
Gone but not forgotten
વત્સલ જયારે ધો-૩ માં હતો ત્યારે હું તેની કલાસ ટીચર એટલે ત્યારથી માંડીને મારી તેની સાથે ઓળખાણ, વિધાર્થીઓમાં એ હંમેશા સ્થાન જાળવી રાખતો, તેમના માતાની વિનંતી ને માન આપી એમના મારા ઉપરના વિશ્વાસને ધ્યાનમાં રાખી અભ્યાસની તૈયારી માટે મારા ઘરે આવવાની મેં તેને મંજૂરી પણ આપેલી અને આનું પરીણામ એ કે, હકારાત્મક અભિગમ સાથેનો નીખાલસ સ્વભાવ બધાને ગમવા લાગ્યો અને એ મારા પરિવારના સદસ્યો સાથે એટલો હળીમળી ગયો કે, મારા પરિવારની શિસ્ત વ્યવસ્થા અને સંચાલનની તેનાં પર એવી તો અસર થવા માંડી કે આ અંગે પોતાની માતાને વાત કરી કે, ' મા, આપણે પણ આપણા ઘરમાં આવું જ કરીએ તો ? “
વત્સલ માત્ર અભ્યાસમાં જ નહીં પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર રહેતો કારણ એના તરફની સર્વ આયામી વિકાસની અપેક્ષા હતી તેની પૂર્તિ હેતુ ખાસ મને યાદ છે, કે વત્સલ જયારે ધો-૮ માં હતો અને મને કડી સ.વિ. માં આચાર્ય પદે નિયુકિત મળી તયારે તેણે પણ શાળા છોડી !!
“ સંસ્થા છૂટી પણ સંપર્ક - સંબંધો બન્યા મજબૂત “ આ પછી તો વારંવાર મને મળવા તેમજ શુભાશિષ માટે ઉપસ્થિત થતો કયારેક જાણ સાથે અને કયારેક સાવ.... અચાનક તે પૂછતો મેડમ મારે આર્મીમાં જવું છે તો શું કરવું, શું જરૂરી છે આ અંગે તે મારા હસ્બન્ડને પણ પૂછતો અને મુકત મને ચર્ચા પણ કરતો. આ દરમિયાન મને તેની એક વાત અત્યંત સ્પર્શી ગઈ જે હતી તેની જીજ્ઞાસાવૃત્તિ કારણ કે પૂછાયેલ પ્રશ્નના સંદર્ભમાં હંમેશા સંતુષ્ટિકર ઉત્તરની અપેક્ષા પછી જ તે અટકતો.
- ગીતાનું આ સુત્ર જાણ કે આત્મસાત કર્યું વત્સલ એટલે જે તે ક્ષોત્રનો ધ્રુવતારક સતત પ્રજ્વલ્લિત જાણે સફળ નિરંતર સાતત્ય તેના વિના વિકાસમાં પણ મેં જોયું, તેમના માતા-પિતા બન્ને કાર્યશીલ હોવા છતાં પણ જાગ્રતપણે પોતાના પાલ્યના કર્તવ્યપાલનમાં રત હતાં સ્વાપર્ણ તેમના આચરણમાં હતું.
એ જયારે ધો-૧૧ માં આવ્યો ત્યારે ખાસ હું જે શાળામાં આચાર્ય હતી ત્યાં પ્રવેશ લીધો અને તેના વ્યકિતત્વને વિકાસની તકો પૂરી પાડી અને ઉનજજવલ એવું પરિણામ પણ મેળવ્યું.
કોલેજમાં પણ હંમેશા નેતૃત્વની ભાવના થી આગળ નીકળતો રહયો સતત આગળ વધનારો આવો મારો વત્સલ મને કયારે ન ભૂલ્યો, મને સતત મળતો રહયો આશીર્વાદ લેવાની તૈયારી સાથે.
પણ.... હંમેશા આગળ રહેવાની આવડતથી નીકળી ગયો સમયને પણ હાથતાળી આપી એટલો આગળ જતો રહયો કે જયાં ન તો આવાજ પહોંચે ...જયાં જતો પહોંચે ભાવ....
એક પિતાની વેદના હું સમજી શકું છું આ આઘાત વજ્રાઘાતથી પણ વધુ પીડાદાયક હોય છે કેમકે મેં પણ મારો ર૮ વર્ષ નો ભાઈ અને તેનો ૧૯ વર્ષ નો દિકરો ખોયો છે, આ વેદના અકથ્ય ને અવર્ણનીય છે. પરંતુ વિધિની વક્રતા અને જગતાધિપતિના નિર્ણય સામે આપણે લાચાર છીએ.
ઈશ્વર આગળ આપણે સૌ લાચાર છીએ. ઈશ્વરને જે ગમ્યુ તે ખરૂ....
લોહીની ટસ્સીઓ અને જુવાનીનું જોશ ભરેલા પુત્ર ને કેમ વિદાય આપી હશે!
પ્રભુ તેના આત્માને શાંતિ આપે તેનો નવો જન્મ સારા પરિવારમાં થાય અને કોઈનો પણ લાડકવાયો ન છીનવાઈ જાય તેવી પ્રભુ પ્રાર્થના.
મારી અંતિમ બક્ષિાસ લઈ જા - મારા વ્હાલા વસ્ત
- શ્રીમતી હંસા ઉપાધ્યાય
શિક્ષણાધિકારી અને સલાહકાર